Ghar Me Dakhil Hone Ki Sunnat | ઘર માં દાખલ થવાની સુન્નતો

દોસ્તો આજ ના આ ઈસ્લામિક બ્લૉગ માં ghar me dakhil hone ki sunnat

ghar me dakhil hone ki sunnat

તરીકો શીખવાના છે આપણે દુનીયા ના આપણી જરૂરત ના કામ હુઝૂર ના sunnat tarika  તરીકા પર પુરા કરીશુ તો આપણને દુનીયા નો ફાયદો તો મરશે જ પણ સાથે સાથે આખીરત નો ફાયદો પણ થશે અને દોસ્તો આપણે ghar me dakhil hone ki sunnat  ને સીખી ને અમલ કરીએ અને અમલ કરતા ની સાથે સાથે ઘર માં દાખલ થવાની સુન્નતો બીજા દોસ્તો ને પણ બતાવીએ તો દોસ્તો ચાલો આજ ની આ ઇસ્લામિક પોસ્ટ શુરૂ કરીએ છીએ.

Ghar Me Dakhil Hone Ki Sunnat | ઘર માં દાખલ થવાની સુન્નતો


અલ્લાહના નામે, સૌથી વધુ દયાળુ, સૌથી વધુ દયાળુ

(૧) ઘરમાં દાખલ થવાના આદાબ | Ghar Me Dakhil Hone Ke Aadab


• ઘરમાં દાખલ થતાં પહેલાં દરવાજો ખખદાવો, બિસ્મિલ્લાહ પઢો, અને જમણા પગે ઘરમાં દાખલ થાઓ. અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) પોતાના પ્રત્યેક સદ કાર્યનો પ્રારંભ જમણી બાજુથી પસંદ ફરમાવતા હતા. 


(બુખારી શરીફમુસ્લિમ શરીફ

Ghar Me Dakhil Hone Ki Dua | ઘર મા દાખલ થવાની દુઆ 


ઘરમાં દાખલ થઈ આ દુઆ માંગવી


અલ્લાહુમ્મ ઇન્ની અઅલુક ખયુર લ્મવ્લજિ, વ ખયુર લ્મરજિ, બિસ્મિલ્લાહિ વલજના વ બિસ્મિલ્લાહિ ખરજના વ અલલ્લાહિ રબ્બિના તવક્કલ્ના.


Tarjuma ખૈર અલ-મવલાજ, અને ખૈર અલ-મખરાજ, અલ્લાહના નામ પર, અને અલ્લાહના નામે, આપણા પ્રભુએ આપણો ભરોસો મૂક્યો છે

 (તિરર્મિઝી - tirmizi Shareef

Ghar Me Dakhil Ki Dua | ઘર માં દાખલ થતી વખતે પઢવાની દુઆ


'હે અલ્લાહ ! હું આપથી ઘરમાં દાખલ થવાની અને ઘરેથી બહાર નીકળવાની ભલાઈ માંગું છું. અલ્લાહનું નામ લઈ અમે ઘરમાં દાખલ થયા. અને અલ્લાહનું નામ લઈ બહાર નીકળ્યા. અને અમારા રબ અલ્લાહ તઆલા ઉપર અમે ભરોસો કર્યો.


hadees sharif માં આવે છે કે જો કોઈ ઘરમાં દાખલ થતી વેળા અને ખાવા ખાતી વેળા અલ્લાહનું નામ ન લે તો, શયતાન તેના સાથીઓને કહે છે કે તમને અહીંયા રહેવાનું ઠેકાણું અને રાતનું ખાણું મળી ગયું.

(મુસ્લિમ શરીફ | muslim sharif hadees)


• પછી ઘરવાળાઓને સલામ કરો. (તિરમીઝી | tirmizi sharif)

Ghar Me Dakhil Hone Ki Dua In Arabic | ઘર માં દાખલ થવાની દુઆ અરબી માં


• જો ઘરમાં કોઈ ન હોય તો આ પ્રમાણે કહો :-


‎‫السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللَّهِ الصَّالِحِينَ (بخاری)‬‎ 


અસ્સલામુ અલયુના વ અલા ઇબાદિલ્લાહિ સ્સાલિહીન.


"અમારા ઉપર અને અલ્લાહના નેક બંદાઓ ઉપર સલામતી થાય."


• જયારે બીજા કોઈના ઘરે જાય તો ત્રણ વાર થોભી થોભીને દસ્તક (ટકોરા) મારી (ડોર બેલ વગાડી) સલામ કરો, (બુખારી મુસ્લિમ) અંદરથી નામ પુછવામાં આવે તો પૂરું નામ બતાવો. પછી રજા મળે તો અંદર દાખલ થાઓ. અને જો પાછા વળી જવાનું કહેવામાં આવે તો પાછા વળી જાઓ.


(સૂરએ નૂર ર૮/અબૂ દાઉદ, તિરમિઝી -tirmizi sharif)


પોતાના ઘરને સાફ, ચોખ્ખું રાખવું જોઈએ. કારણ કે પાકી તથા સફાઈ અર્ધું ઈમાન છે. (હદીસ શરીફ - hadees Sharif)


• પોતાના ઘરને ગીત-સંગીતના સાધનોથી પાક રાખો. અલ્લાહના (રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો પવિત્ર ઈરશાદ છેઃ 'મને ગીત– સંગીતના સાધનો તોડનાર બનાવી દુનિયામાં મોકલવામાં આવ્યો છે."(હદીસ શરીફ)


•ઘરમાં કોઈ વ્યક્તિ કે સજીવ નું ચિત્ર ન રાખવું જોઈએ. 


અલ્લાહના (રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો પવિત્ર

ઈરશાદ છે જે ઘરમાં કૂતરું, સુવર, ફોટો અથવા હરામ કૃત્યથી જેના પર જનાબત નું ગુસલ વાજિબ હોય, એવો માણસ હશે, તેવા ઘરમાં રહમત ના ફરિશ્તાઓ દાખલ થતા નથી. (ગુન્યતુત્તાલિબીન)


હુઝૂરે અકરમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો પવિત્ર ઇરશાદ


"થોડી નમાઝ (સુન્તો–નફલો) ઘરમાં પણ પઢયા કરો."


બીજી એક હદીસ શરીફમાં છે


'તમારા ઘરને કબ્રસ્તાન ન બનાવો.


માટે સુન્નતો અને નફલો ઘરમાં અદા કરવી જોઈએ. ખાસ કરી ફજરની બે રકાત સુન્નત ઘરમાં જ પઢવાની આદત બનાવવી જોઈએ.


•ઘરમાં કુર્આનની તિલાવત પણ કરવી જોઈએ. ઘરની અન્ય વ્યક્તિઓને પણ એ માટે કહેવું જોઈએ.


હદીસ શરીફમાં છે કે


' જે ઘરમાં કુર્આનની તિલાવત થાય છે, તે ઘરમાંથી શયતાન બહાર નાસી જાય છે.' (હદીસ શરીફ)


Canclusan


દોસ્તો આજ ની islamic post માં ghar me dakhil hone ki sunnat આપણે સિખીયા અનેGhar Me Dakhil Hone Ke Aadab ના બારા માં રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ એ ઇરશાદ ફરમાવેલી hadees sharif પણ આપણે વાંચી હવે આપણે જ્યારે પણ ઘર માં દાખલ થઈએ ત્યારે ઘરમાં દાખલ થવાના આદાબ આપણે યાદ રાખી ને અમલ માં લાવીએ અને અમલ કરતા ની સાથે આપણા ઈમાન વારા ભાઈઓ સુધી પણ પહોંચાડીએ જેથી એમની જિંદગી માં પણ દીન આવે ,એની સાથે જ આજની પોસ્ટ સમાપ્ત કરીએ છીએ અમને તમારી દુઆઓ માં યાદ રાખજો 

Inshallah ફરી મળીશું બીજી નવી ઇસ્લામિક પોસ્ટ માં 


અલ્લાહ હાફિઝ ( Allah hafiz)


FAQ

Q-1 ઘર માં દાખલ થતાં પેહલા શું કરવું જોઇએ

ઘરમાં દાખલ થતાં પેહલા દરવાજો ખખદાવવો જોઇએ અને જમણા પગ થી દાખલ થવું જોઈએ

Q-2 ઘરમાં દાખલ થતી વખતે કઈ દુઆ પઢવી ?

ઘરમાં દાખલ થતી વખતે આ દુઆ પઢવી અલ્લાહુમ્મ ઇન્ની અઅલુક ખયુર લ્મવ્લજિ, વ ખયુર લ્મરજિ, બિસ્મિલ્લાહિ વલજના વ બિસ્મિલ્લાહિ ખરજના વ અલલ્લાહિ રબ્બિના તવક્કલ્ના.

Q- 3 ઘર માં દાખલ થતી વખતે અને ખાવા શરૂ કરતી વખતે અલ્લાહ નું નામ લે તો સુ ફાયદો થાય છે ?

હદીસ શરીફ માં આવે છે કે જો કોઈ ઘરમાં દાખલ થતી વેળા અને ખાવા ખાતી વેળા અલ્લાહનું નામ ન લે તો, શયતાન તેના સાથીઓને કહે છે કે તમને અહીંયા રહેવાનું ઠેકાણું અને રાતનું ખાણું મળી ગયું. (મુસ્લિમ શરીફ )

Q- 4 ઘરમાં કૂતરું અથવા જાનદર ની તસ્વીર રાખવાથી શું નુકશાન થાય છે ?

અલ્લાહના (રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો પવિત્ર ઈરશાદ છે :જે ઘરમાં કૂતરું, સુવર, ફોટો અથવા હરામ કૃત્યથી જેના પર જનાબતનું ગુસલ વાજિબ હોય, એવો માણસ હશે, તેવા ઘરમાં રહમતના ફરિશ્તાઓ દાખલ થતા નથી. (ગુન્યતુત્તાલિબીન)

Q-5 ફઝર ની બે રકાત સુન્નત નમાઝ ક્યાં પઢવી જોઇએ?

એક હદીસ શરીફમાં છે કે તમારા ઘરને કબ્રસ્તાન ન બનાવો. માટે સુન્નતો અને નફલો ઘરમાં અદા કરવી જોઈએ. ખાસ કરી ફજરની બે રકાત સુન્નત ઘરમાં જ પઢવાની આદત બનાવવી જોઈએ

Q-6 જે ઘર માં કુરઆન શરીફ ની તિલાવત થાય છે તેનો શું ફાયદો થાય છે ?

હદીસ શરીફમાં છે કે જે ઘરમાં કુર્આન ની તિલાવત થાય છે, તે ઘરમાંથી શયતાન બહાર નાસી જાય છે.' (હદીસ શરીફ)


एक टिप्पणी भेजें

और नया पुराने