Islamic Story Gujrati | ઈસ્લામીક ગુજરાતી સ્ટોરી

 દોસ્તો આજ ના આ islamic blog માં islamic story gujarati આપ ની ખિદમત માં લય ને હાજર થયો છું islamic story વાંચવા થી આપણ ને nasihat મળે છે અને જીવન જીવવા માટે કીમતી સબક પણ મળે છે તો આજ ના આ islamic blog માં આવીજ ઈબ્રતનાક islamic story gujrati માં આપના માટે લય ને આવ્યા છે આ islamic motivation story વાંચી ને તમે પોતે પણ ફાયદો ઉઠાવો અને તમારા દોસ્તો સુધી પહોંચાડી સવાબ એ દરાઈન હાશીલ કરો તો દોસ્તો allah નું નામ લય ને આજ નો આ ઈસ્લામીક સ્ટોરી નો બ્લોગ શુરૂ કરીએ છીએ 

Islamic Story Gujrati

Muwatta Imam Malik Story In Gujarati | Islamic Story Gujrati

 તોહમતની ઈબ્રતનાક સઝા | imam malik ki kahani

Muwatta Imam Malik (રહ.)માં એક અજીબ-ઈબ્રતનાક કિસ્સો વર્ણન કરવામાં આવ્યો છે. madina Sharif ની આજુબાજુના એક નાનકડા ગામમાં એક સ્ત્રીનો ઈન્તિકાલ થઈ ગયો. બીજી એક સ્ત્રી એને gusal ) આપવા માટે આવી. તે gusal આપી રહી હતી તે વખતે તેનો હાથ મય્યિતની જાંઘ પર પહોંચ્યો ત્યારે તે એકદમ બોલી ઉઠી કે, મારી • બહેનો ! (જે બે-ચાર પાસે બેસેલી હતી.) આ સ્ત્રી જે મરી ગઇ છે તેના ૪ તો ફલાણા માણસની સાથે ખોટા સંબંધો હતા. Gusal આપનાર સ્ત્રીએ જ્યારે આ શબ્દો ઉચ્ચાર્યા તો અલ્લાહ તઆલા તરફથી એની પકડ થઈ. એનો હાથ તરત જ જાંઘ સાથે ચોંટી ગયો. ખૂબ ખેંચવા છતાં તે જદો થતો નથી. વધુ જોર લગાવવા પર જાંઘ પણ સાથે ઊંચકાય છે. મોડું થતાં મય્યિતના સગાઓ કહેવા લાગ્યા કે બહેન! જલ્દી કરો. સાંજ પડી ગઈ. જનાઝાની નમાઝ પઢીને જલ્દી દફનવિધિ થઈ જાય ?. ગુસલ આપનારી બહેન કહે છે હું તમારા મૈયત ને છોડું છું, પરંતુ તે મને છોડતી નથી. રાત પડી ગઈ, પરંતુ હાથ ચોંટેલો જ રહ્યો. દિવસે પણ ચોંટેલો રહ્યો. આ મુસીબતના કારણે વારસદારો આલિમોની શોધમાં હતા. એક આલિમે કહ્યું કે પરેશાન સ્ત્રીનો હાથ કાપો, પરંતુ તેના સગાઓ આ ફેંસલા પર રાજી ન થયા. બીજા કોઈ આલિમે કહ્યું કે મય્યિતની જાંઘ કાપી નાંખો. મય્યિતના સગાઓ આ ફેંસલા પર રાજી ન થયા, ખેર.


ત્રણ ત્રણ દિવસ પસાર થઈ ગયા. ગરમીના કારણે મય્યિતમાંથી દુર્ગંધ આવવા લાગી. છેવટે એક માણસે કહ્યું કે મદીના મુનવ્વરહ જાઓ, ત્યાં હઝરત ઈમામ માલિક (રહ.) કાજી હોવાને લઈ આ મુસીબતનો હલ રજૂ કરશે. વારસદારોએ હઝરત ઈમામ માલિક (રહ.) પાસે આવી પૂછયું કે, એક સ્ત્રી મરેલી છે, બીજી સ્ત્રી તેને ગુસલ આપી રહી હતી, તેનો હાથ મય્યિતની જાંઘ સાથે ચોંટી ગયો છે, છૂટતો નથી, શું કરવામાં આવે?

Muwatta Imam Malik(રહ.)એ કહ્યું કે, ''મને ત્યાં લઈ ચાલો. ત્યાં પહોંચીને પડદાની આડમાં ઉભા થઈ ગુસલ આપનાર સ્ત્રીથી પૂછયું કે, બહેન ! જ્યારે તમે ગુસલ આપી રહ્યા હતા ત્યારે તમે કોઈ શબ્દો તો નથી ઉચ્ચાર્યા? તેણે કહ્યું, મેં આટલું જ કહ્યું હતું કે આ મય્યિત સ્ત્રીના ફલાણા પુરૂષ સાથે નાજાઈઝ સંબંધો હતા. 

Imam malik(રહ.)એ પૂછયું કે, બહેન ! જે આક્ષેપ તમે લગાડયો છે તેના ચાર એવા ગવાહો તમારી પાસે છે કે, જેમણે ઝિના કરતાં જોયા હોય ? તેણે કહ્યું કે, ના. ફરી પૂછવામાં આવ્યું કે, આ મય્યિત સ્ત્રીએ શું તારી સામે પોતાનો ગુનાહ કબૂલ કર્યો હતો ? કહ્યું કે, ના. હઝરતે કહ્યું કે, 'તમે તોહમત કેમ લગાડી ? તેણે કહ્યું કે, મેં એટલા માટે કહ્યું કે, તે ઘડો લઈને ફલાણા પુરુષના ઘર પાસેથી પસાર થઈ રહી હતી. આ સાંભળીને ઈમામ માલિક (રહ.)એ ત્યાં ઉભા ઉભા કુર્આન શરીફ પર એક નજર દોડાવી પછી કહ્યું કે, કુર્આનમાં છે કે, જે સ્ત્રીઓ પર નાજાઈઝ તોહમત લગાડે છે પછી એમની પાસે ચાર ગવાહ ન હોય તો એમને એંસી કોરડા મારવામાં આવે. 

(કુર્આન, સૂરએ નૂર, આયત-૪) 

તેં એક સ્ત્રી પર તોહમત લગાડી છે, તારી પાસે કોઈ ગવાહ નથી. હું કાજી હોવાને લઈ હુકમ કરું છું કે, જલ્લાદો ! એને મારવાનું શરૂ કરો. જલ્લાદોએ એને મારવાનું શરૂ કરી દીધું. સિત્તેર કોરડા મારવા પર હાથ ચોંટેલો રહ્યો. પંચોતેર કોરડા થયા પરંતુ હાથ એવો જ ચોંટી રહ્યો. ઓગણએંસી કોરડા ફટકાર્યા તો પણ હાથ ન છૂટયો. જ્યારે એંસીમો કોરડો મારવામાં આવ્યો હાથ જાતે છૂટીને જુદો થઈ ગયો.

 (ઝરકાની, શહેં મુઅત્તા ઈમામ માલિક રહ.)

Islamic Nasihat In Gujrati | Islamic Story 

અંગ્રેજ જજનો ફેંસલો કે મુસલમાન હારી ગયા અને ઈસ્લામ જીતી ગયો

કાંધલામાં એક જમીનના ટુકડા માટે વબાલ થઈ. મુસલમાનો કહી રહ્યા હતા કે આ જમીનના માલિક અમો છીએ. હિન્દુઓ કહેતા હતા કે આ જમીન અમારી છે. કોર્ટમાં કેસ થયો. જજ અંગ્રેજ હતો. કેસ આગળ વધી રહ્યો હતો. મુસલમાનોએ એલાન કર્યું કે આ જમીનનો ટુકડો જો અમોને મળશે તો અમો મસ્જિદ બનાવીશું. હિન્દુઓએ એલાન કર્યું કે આ જમીનનો ટુકડો જો અમોને મળશે તો અમો એના પર મંદિર બનાવીશું. આ કેસે કોમીરૂપ ધારણ કરી લીધું. પૂરા શહેરમાં તનાવ વધી ગયો. કોમી તોફાન થઈ શકતું હતું. લોકો પણ પરેશાન હતા કે શું પરિણામ આવશે ? અંગ્રેજ જજ પણ પરેશાન હતો, તે પણ સમાધાનની ફિકરમાં હતો, જેથી શહેરને તોફાનથી બચાવી શકાય. નહિં તો કોમી આગ ફેલાશે તો તેને ઓલવવી મુશ્કેલ થઈ જશે.

જજે કેસની વિગતો સાંભળવા કરતાં એક મંતવ્ય રજૂ કર્યું કે તમારી પાસે કોઈ ઉપાય છે કે તમે લોકો આપસમાં વિચાર-મંથન કરી આ સમસ્યાને હલ કરો. હિન્દુઓએ કહ્યું કે અમો આપને એક મુસલમાન વૃદ્ધનું નામ એકાંતમાં બતલાવીશું કે તમે તેમને આગલી સુનાવણીમાં બોલાવી છી લેજો. જો તેઓ કહે કે આ મુસલમાનોની જમીન છે તો તેમને આપી જો. જો તેઓ કહે કે આ મુસલમાનોની જમીન નથી હિન્દુઓની છે, તો અમોને આપી દેજો. જ્યારે જજે બન્ને પક્ષથી પૂછયું કે શું આ ઉકેલ તમને મંજૂર છે ? તો બન્ને પક્ષ રાજી થઈ ગયા.

મુસલમાનોના તો દિલમાં આ વાત હતી કે, લવાદ મુસલમાન છે એટલે મસ્જિદ બનાવવા માટેની જ વાત રજૂ કરશે, જેથી જજે પણ ફેસલો સંભળાવી દીધો અને ચોક્કસ તારીખ કહી આપી અને કહ્યું કે નક્કી તારીખે આવજો, હું તે ઘરડા વૃદ્ધને બોલાવી લઈશ, ખેર.આ ફેંસલા પછી જ્યારે મુસલમાનો કોર્ટમાંથી બહાર આવ્યા તો તેઓ ખુશી મનાવી રહ્યા હતા, હિન્દુઓને બિવડાવી રહ્યા હતા, નારા પોકારી રહ્યા હતા. હિન્દુઓ પોતાના પક્ષકારોથી પૂછી રહ્યા હતા, તમે શું કહ્યું ? જવાબ આપ્યો કે અમે મુસલમાનને લવાદ તરીકે નક્કી કર્યા છે. તો તેઓના પણ મોં પડી ગયા કે મુસલમાનોની જીત નક્કી છે, જેથી મુસલમાનો તો ખુશીઓ મનાવી રહ્યા હતા અને આશાવાદી હતા કે જીત આપણી જ છે, ખેર.

જ્યારે હિન્દુઓએ મુફતી ઈલાહી બખ્શ કાંધલવી (રહ.)નું નામ બતાવ્યું, જે શાહ અબ્દુલ અઝીઝ (રહ.)ના શાગિર્દોમાંથી હતા. અલ્લાહ તઆલાએ તેમને સાચું જીવન અર્પણ ફરમાવ્યું હતું.

કોર્ટની તારીખે મુસલમાનોએ જોયું કે મુફતી ઈલાહી બખ્શ (રહ.) તશરીફ લાવી રહ્યા છે તો તેમને યકીન હતું કે મુફતી સાહબ મસ્જિદની જ જમીન હોવાની વાત કરશે. જ્યારે જજે પૂછયું કે, "બતાવો મુફતી સાહબ ! આ જમીનના ટુકડાનો કોણ માલિક છે ?" તેઓ આખી પરિસ્થિતિથી વાકિક હતા કે આ જમીન તો હિન્દુઓની જ છે. તો જજના 5 પૂછવા પર તેમણે કહ્યું કે, "આ જમીન હિન્દુઓની છે." તો ફરી જજે - પૂછયું કે શું હિન્દુ લોકો એના પર મંદિર બનાવી શકે છે? મુફતી સાહબે ફરમાવ્યું કે જ્યારે તેઓ જમીનના માલિક છે તો તેઓ જે ચાહે તે કરી શકે. ૩ ઘર બનાવે કે મંદિર એનો તેમને ઇખ્તિયાર છે. . જજે આ જવાબના આધારે સાચા કિસ્સાઓ અને કિંમતી નસીહતો

ફેસલો આપ્યો કે, "આ જમીન હિન્દુઓની છે." જજે ફેસલામાં આશ્ચર્યજનક બીજી એક વાત અ પણ કહી કે, "આજે આ કેસમાં । મુસલમાનો હારી ગયા, પરંતુ ઈસ્લામ જીતી ગયો.’

જ્યારે જજે આ વાત કહી તો હિન્દુઓએ કહ્યું કે, તમે તો ફેસલો સંભળાવી દીધો, હવે અમારી વાત પણ સાંભળો કે, ''અમો હમણાં જ કલિમો પઢીને મુસલમાન થઈએ છીએ અને આજે જાહેર કરીએ છીએ કે, હવે હમો અમારા હાથોથી અહિંયા મસ્જિદ બનાવીશું."

હઝરત મુફતી સાહબ સાચું બોલ્યા અને સચ્ચાઈના કારણે ઈસ્લામનો બોલ ઊંચો થયો. ઈસ્લામની ઈઝત વધી, જેથી અલ્લાહ તઆલાએ સચ્ચાઈના કારણે આ જગ્યાએ મસ્જિદનો ખેરનો જ ફેંસલો કર્યો.

ભાઈઓ ! નજર તો આવું આવે છે કે જૂઠ બોલવું સહેલો રસ્તો છે, પરંતુ જૂઠુ બોલવું સહેલું નથી પણ કંટકભર્યો (કાંટાળો) રસ્તો છે. જૂઠથી અલ્લાહ તઆલા નફરત કરે છે, ફરિશ્તાઓ નફરત કરે છે, માણસ વિશ્વાસ ખોઈ બેસે છે. એક જૂઠને સાચું બનાવવા માટે સો વખત જૂઠુ બોલવું પડે છે એટલે જૂઠી ઝિંદગી પસાર કરવા કરતાં સાચી ઝિંદગી અપનાવો, અલ્લાહ તઆલા જરૂર આપણી મદદ ફરમાવશે.

Hazrat Abu Bakr Siddiq Story | Hazrat Abu Bakr Ki Kahani

હઝરત અબૂબક્ર સિદ્દીક (રદિયલ્લાહુ અહ્) નો ઈસ્લામ લાવવાનો અજીબ કિસ્સો

હઝરત અલ્લામા જલાલુદ્દીન સિયુતિ( jalaluddin suyuti ) (રહ.)એ વર્ણન કર્યું છે કે, હઝરત અબૂબક્ર સિદ્દીક (Hazrat Abu Bakr Siddiq)(રદિયલ્લાહુ અન્ડ્રૂ)એ શામ (સિરીયા) તરફ નબુવ્વત જાહેર થવા પહેલાં સફર કર્યો. સિરિયા પહોંચવા અગાઉ એક સ્વપ્ન જોયું, જેનું સ્વપ્નફળ બુહેરા નામી પાદરીથી જાણ્યું. તદુપરાંત, પાદરીએ આ પણ કહ્યું કે અલ્લાહ તઆલા તમારું સ્વપ્ન સાચું કરી દેખાડશે. તે આ કે, તમારી કોમમાંથી એક નબી આવશે. તમે તેમના સહાયકરૂપે હશો અને તેમના ઈન્તિકાલ પછી તેમના ખલીફા હશો.. આ સ્વપ્નું હઝરત અબૂબક્ર (રદિયલ્લાહુ અન્ડ્રૂ)એ છુપાવી રાખ્યું. કોઈને કહ્યું નહિ. ત્યાં સુધી કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને અલ્લાહ તઆલા તરફથી નુબુવ્વત અર્પણ કરવામાં આવી. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ નબી હોવાનું એલાન કર્યું તો હઝરત અબૂબક્ર (રદિયલ્લાહુ અન્ડ્રૂ) તરત જ સેવામાં હાજર થયા અને અર્ઝ કરી કે હે મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)! તમે નબી છો, તેની શું દલીલ છે ? આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે, તેની દલીલ તે સ્વપ્ન છે, જે તમે સિરીયામાં જોયું હતું. આ સાંભળતાંવેંત હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને ભેટી પડયા અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની પેશાની મુબારક પર ચુંબન કર્યું.

(ખસાઈલે કુબરા, ભાગ-૧, પેજ-૨૯, કસ્કૂલે મઅરિફત)

Hazrat Umar ka Waqia | Hazrat Umar Ki Kahani

ઈજિપ્ત (મિસર)ની નાઈલ નદીના નામે hazrat umar(રદિયલ્લાહુ અન્ડ્રૂ)નો પત્ર

amr ibn al-as story | amr ibn al-as ki kahani

હદીષની કિતાબ (hadees ki kitab)માં વર્ણન છે કે જ્યારે ઈજિપ્ત પર મુસલમાનોની જીત થઈ. તો મિસરના લોકો ત્યાંના ગવર્નર હઝરત અમ્ર ઈબ્ને આસ (amr ibn al-as

(રદિયલ્લાહુ અન્ડ્રૂ)ની સેવામાં હાજર થયા અને કહ્યું કે અહિંયા રિવાજ છે કે આ મહિનામાં નાઈલ નદીને અમો નવજુવાન છોકરી ભેટ ચઢાવીએ છીએ. જો ભેટ ચઢાવવામાં ન આવે તો નદીમાં પાણી નથી આવતું.

અમો આ મહિનાની ૧૨મી તારીખે એક કુંવારી છોકરીને કે જે પોતાના મા-બાપની નવાઈની દિકરી હોય છે. તેના મા-બાપને છોકરીનું નજરાણું આપી રાજી કરીએ છીએ. પછી છોકરીને શણગાર કરીને એટલે કે ખૂબ સારો પોશાક અને ઘરેણાં પહેરાવીએ છીએ. પછી નાઈલ નદીમાં નાખી દઈએ છીએ. તો જ એનું પાણી ચાલુ રહે છે, નહિ તો નદી સૂકાઈ જાય છે.

મિસરના વિજેતા હઝરત અમ્ર બિન આસ (amr ibn al-as )(રદિયલ્લાહુ અનહુ)એ જવાબ આપ્યો કે આ તો અભણતા અને મુર્ખામીભર્યો રિવાજ છે. ઈસ્લામ રિવાજને કદાપી ચલાવી લેતો નથી. ઈસ્લામ તો આવા કરતૂતોનું નિકંદન કાઢવા માટે આવેલ છે. તમે આવું કદાપી કરી શકશો નહિ. તેઓ અલિપ્ત રહ્યા.

નાઈલ નદીનું પાણીનું વહેણ બંધ થયું. મહિનો પૂરો થયો. નદી સૂકી ભઠ્ઠ પડેલી છે. લોકોએ તંગ આવીને મિસર છોડવાનો ઈરાદો કરી લીધો. મિસરના વિજેતા ફિકરમંદ થયા અને ખલીફા હઝરત ઉમર hazrat Umar (રદિયલ્લાહુ અન્ડ્રૂ)ને આ રિવાજ વિશેની જાણ કરી. હઝરત ઉમર હઝરત hazrat Umar (રદિયલ્લાહ અન્ય)ના તરફથી જવાબ મળ્યો કે તમે જે કહ્યું તે બરાબર છે. હું પત્રમાં એક ચિઠ્ઠી નાઈલ નદીના નામે મોકલી રહ્યો છું. તમો લઈને જાઓ અને નદીમાં નાખી દો. .

હઝરત અમ્ર બિન આસ amr ibn al-as(રદિયલ્લાહુ અન્ડ્રૂ)એ તે ચિઠ્ઠીને ખોલીને પઢી તો તેમાં વર્ણન કર્યું હતું કે, "આ પત્ર allah તઆલાના બંદા અમીરુલ મુઅમિનીન ઉમરના તરફથી મિસરની નાઈલ નદી તરફ, હલ્દો-સલાત પછી આ કે, 'જો તું તારા તરફથી અને તારી મરજીથી વહી રહી છે. તો તું ન ચાલુ થા અને જો અલ્લાહ તઆલા કે તે એકલો અને કહાર છે તને ચાલુ રાખે છે, તો અમો અલ્લાહથી દુઆ કરીએ છીએ તે તને વહેતી કરી આપે.

આ પત્ર-ચિઠ્ઠી લઈને સિપેહસાલાર હઝરત amr ibn al-as(રદિયલ્લાહુ અન્ડ્રૂ)એ નાઈલ નદીમાં નાંખી દીધી. અલ્લાહ તઆલાના ફઝલો કરમથી હજુ તો એક રાત પણ પસાર ન થઈ હતી કે નદીમાં સોળ હાથ (અર્થાત ૨૪ ફૂટ ઉંડું પાણી વહેવા માંડયું અને તે જ વખતે મિસર દુકાળ-સુકાળથી, મોંઘવારી-સોંઘવારીથી બદલાઈ ગઇ. પત્રની બરકતથી નદી પણ વહેતી થઈ ગઈ અને એ ઈલાકામાં દૂર દૂર સુધી હરિયાળી થઈ ગઈ. નદી પૂરા જોશની સાથે વહેતી થઈ ગઈ અને આજ સુધી વહેતી રહી અને કિયામત સુધી ઈન્શાઅલ્લાહ વહેતી રહેશે. એના પછીથી દર વર્ષે જે જુવાન છોકરીની ભેટ ચઢાવવામાં આવતી હતી તે બચી ગઈ. મિસરમાંથી તે નાપાક રિવાજનો ખાતિમો થઈ ગયો, અલ્હદુ લિલ્લાહ.

(તફસીરે ઈબ્ને કપીર, ભાગ-૪, પેજ-૩૧૩)

એક નેકી પર જન્નતનો ફેંસલો | islamic Story Gujrati 

કિયામતના દિવસે એક એવા માણસને હાજર કરવામાં આવશે, જેના આમાલનામાં તોલવાના પલડામાં બન્ને પલડા સરખા હશે. નેકી અને નેકી વધુ હશે કે નેકીનું પલડ નમી તઆલા તે માણસને ફરમાવશે કે જાઓ, લોકોમાં જઈને કોઈની પાસેથી નેકી લઈ આવો તો જ તને જન્નત અર્પણ કરીશ.

તે માણસ નેકીની શોધમાં પરેશાનહાલ ફરશે, પરંતુ દરેક માણસ આવું જ કહેશે કે, "ભાઈ ! મને બીક લાગે છે કે મારું નેકીનું પલડુ હલક ન થઈ જાય અને હું પણ તારાથી વધુ નેકીનો મોહતાજ છું. તે માણસ નાઉમ્મીદ થઈ ગયો હશે તેવામાં એક માણસ તેને પૂછશે કે તારે શેની જરૂરત છે ? કહેશે કે મારે એક નેકીની જરૂરત છે. હું કેટલાએ માણસોથી મળી ચૂક્યો છું. જેઓ નેકીઓમાં માલદાર છે, પરંતુ દરેકે મને નેકી આપવામાં બખીલી કરી. તે પેલા નેકીની કમીવાળા માણસને કહેશે. મારી પણ અલ્લાહની પાસે હાજરી થઈ હતી. મારા આમાલનામામાં ફક્ત એક જ નેકી હતી, ખેર. શક્ય છે કે આટલી નેકીથી મને તો કોઈ ફાયદો દેખાતો નથી. તુ મારા તરફથી હદિયા (બખિ્રિસરૂપે) લઈ જા અને તું તારો જીવ બચાવી લે.

તે માણસ એક નેકી લઈને ખુશી ખુશી અલ્લાહ તઆલા પાસે જશે. અલ્લાહ તઆલા જાણતા હોવા છતાં તેને પૂછશે કે શું ખબર છે ? તે કહેશે કે, "અય મારા પરવરદિગાર ! મને મારા કામમાં સફળતા મળી છે (અર્થાત નેકી મળી ગઈ છે). તે માણસ પૂરી આપવીતી વર્ણન કરી આપશે).

અલ્લાહ તઆલા તે ડખી માણસને હાજર કરશે તેને અલ્લાહ તઆલા ફરમાવશે કે આજે મારી સખાવત તારી સખાવતથી કંઈક ઘણી વધુ છે એટલા માટે તું તારા ભાઈનો હાથ પકડ અને તમે બન્ને જન્નત (jannat)માં ચાલ્યા જાઓ, alhamdulillah અલ્લાહ સૌની સાથે ખૂબ ભલાઈનો મામલો કરે, આમીન. 

(સુરકાની, ભાગ-૧૨, પેજ-૩૬૦)

Conclusion

દોસ્તો islamic story gujarati આજ કે બ્લોગ મે પેઢી ઉમ્મીદ કરતા હું આપ સભી કો કુછ ન કુછ તો સિખને કો મિલા હોગા આપ આપની રાય કૉમેન્ટ કર કે બતાયે ઇસી કે સાથ આજ કા યે islamic blog કો ખત્મ કરતે હૈ ફિર મીલતે હૈ એક નયે islamic knowledge કે સાથ deen ki baatein લે કર તબ તક અપને ભાઈ કો દીજિયે ઇજાજત

Allah Hafiz 











एक टिप्पणी भेजें

और नया पुराने